કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ઈમાન ધરાવવું અને તેની જ ઈબાદત કરવી. જો કે કુરઆન, અગાઉના આકાશીય પુસ્તકોથી વિપરીત, ફક્ત ચોક્કસ શ્રેણી અથવા જૂથ માટે મોકલવામાં આવ્યુ ન હતું, અને તેના વિવિધ સંસ્કરણો નથી, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના બદલે, તે બધા મુસ્લિમો માટે એક પુસ્તક છે. અને કુરઆનનું લખાણ હજી પણ તેની મૂળ ભાષા (અરબી)માં છે, કોઈપણ ફેરફાર, વિકૃતિ અથવા હેરફેર વિના, અને તે હજી પણ આપણા સમય સુધી સાચવેલ છે, અને તે એવું જ રહેશે, સૃષ્ટિના પાલાન્હારે તેને સાચવવાનું વચન આપ્યું છે. તે બધા મુસલમાનોના હાથમાં પ્રસારિત થાય છે, અને ઘણા મુસલમાનોએ કુરઆન મજીદને મોઢે યાદ પણ કર્યું છે, અને કુરઆનના વર્તમાન અનુવાદો ઘણી ભાષાઓમાં અને લોકોના હાથમાં છે, તે કુરઆનના અર્થ અને અનુવાદ સિવાય બીજું કંઈ નથી. સૃષ્ટિના પાલનહારે અરબો અને બિન અરબોને આ પ્રમાણે કુરઆન લાવવા માટે ચેલેન્જ કર્યું છે, તે જાણીને કે તે સમયે અરબો વકતૃત્વ, અને કવિતામાં અન્ય લોકો પર સરદાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કુરઆન અલ્લાહ સિવાય કોઈનું કલામ નથી, આ ચેલેન્જ ચૌદ સદીઓથી કરતા પણ વધુ સમયથી હ્યું છે અને કોઈ પણ આમ કરી શક્યું નથી, અને આ સૌથી મોટો પુરાવો છે કે કુરઆન અલ્લાહ તરફથી છે.
Reading tools
Text size
LanguageAvailable in 15 languages
Detailed answerOriginal content preserved
You may also need