← Back to Q&AQuestion 66 of 128

શું ઇસ્લામમાં ઈમામ ઈસાઈઓના પાદરીઓ જેવા છે?

Prophethood and seerah
Reading tools
Text size
100%
LanguageAvailable in 15 languages
Detailed answerOriginal content preserved

ઈમામ શબદનો અર્થ જે લોકોને નમાઝ પઢાવતો હોઈ, અથવા તેમની બાબતો અને મઆમલામાં દેખરેખ અથવા આગેવાની કરતો હોય, આ કોઈ ધાર્મિક પદ નથી, જે ફક્ત ચોક્કસ લોકો સુધી સીમિત હોઈ, અને ઇસ્લામમાં કોઈ જૂથ કે જ્ઞાતિવાદ નથી, પરંતુ દીન દરેક માટે છે, લોકો અલ્લાહ સમક્ષ કાંસકીના દાંતરડા જેવા છે, એટલા માટે કોઈ અરબી અને બિન અરબીમાં કોઈ ફર્ક નથી, સિવાય કે જે પરહેઝગાર કે સદાચારી હોઈ. ઈમામત માટે સૌથી લાયક તે છે, જે નમાઝના આદેશોને સંપૂણ રીતે જાણવાવાળો અને સૌથી વધારે યાદ કરનાર અને ઇલ્મ ધરાવનાર હોઈ, અને મુસલમાને એક ઈમામની કેટલી પણ ઇઝ્ઝત કેમ ન કરતા હોઈ તે કોઈ પણ બાબતમાં કરારોને સંભાળતો નથી અને ન તો તે તેમના ગુનાહો માફ કરે છે, જેમ કે પાદરી કરતો હોઈ છે.

"તે લોકોએ પોતાના જ્ઞાનીઓ અને સાધુઓને અલ્લાહને છોડીને રબ બનાવ્યા અને મરયમના દીકરા મસીહને પણ, જો કે તેમને આદેશ આપવામાં આવ્યો હતો કે તે એક અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરશો, જેના સિવાય કોઈ ઇલાહ નથી, અલ્લાહ તઆલા તે દરેક વસ્તુથી પાક છે, જેમને આ લોકો ભાગીદાર બનાવે છે"[૧૭૦]. (અત્ તૌબા: ૩૧).

ઇસ્લામ પયગંબરોની ઇઝ્ઝત કરવા પર ભાર આપે છે, જેઓ અલ્લાહ તરફથી આદેશો પહોંચાડે છે, અને કોઈ પણ પાદરી કે સંત ભૂલોથી બચેલો નથી અને ન તો તેમની તરફ વહી કરવામાં આવે છે, અને ઇસ્લામમાં સંપૂણ રીતે અન્ય પાસે મદદ માંગવી અથવા તેની તરફ ફરવું હરામ છે, ભલે તે પછી પયગંબરો પણ કેમ ન હોઈ, તો જેની પાસે કોઈ વસ્તુનું અછત હોઈ તે આપી શકતો નથી. એક વ્યક્તિ અન્ય પાસે મદદ કેવી રીતે માંગી શકે છે જયારે કે તે પોતાની પણ મદદ કરી શકતો નથી, અને અલ્લાહ સિવાય અને પાસે માંગવું એ અપમાનજનક છે. શું તે શક્ય છે એક બાદશાહ અને તની કોમને માંગવા બાબતે બરાબર કરી દેવામાં આવે એ તાર્કિક છે? આ વિચાર મન અને તર્ક બંને માટે તદ્દન અસ્વીકાર્ય છે. અને અલ્લાહ સિવાય અન્ય પાસે માંગવું એ અલ્લાહ, જે દરેક વસ્તુ પણ સંપૂણ કુદરત ધરાવે છે તેના અસ્તિવ પર ઈમાનમાં ખલેલ છે, અને આ શિર્ક છે જે ઇસ્લામની વિરુદ્ધ છે અને તે સૌથી મોટો ગુનોહ છે.

અલ્લાહ તઆલા એ પોતાના પયગંબરના શબ્દોમાં કહ્યું:

" તમે કહી દો કે હું પોતે મારા માટે કોઇ ફાયદા તેમજ કોઈ નુકસાનનો અધિકાર નથી ધરાવતો, અલ્લાહ જે કંઈ ઈચ્છે તે જ થાય છે, અને જો હું ગેબની વાતો જાણતો હોત તો ઘણી ભલાઈઓ પ્રાપ્ત કરી લેતો, અને મને કઈ પણ તકલીફ ન પહોંચતી, હું તો ફકત ચેતવણી આપનાર અને શુભેચ્છક છું, તે લોકો માટે જેઓ ઈમાન રાખે છે"[૧૭૧]. (અલ્ અઅરાફ : ૧૮૮).

"હે ! પયગંબર કહી દો કે હું તો તમારી જેમ એક માનવી જ છું, (હા પરંતુ) મારી તરફ વહી કરવામાં આવે છે, કે ખરેખર તમારો ઇલાહ ફક્ત એક જ ઇલાહ છે, તો જે કોઈ પોતાના પાલનહાર સાથે મુલાકાત કરવાની ઈચ્છા ધરાવતો હોય તો તેણે નેક કાર્યો કરવા જોઈએ, પોતાના પાલનહારની ઈબાદતમાં કોઈને પણ ભાગીદાર ન ઠેરવે" [૧૭૨]. (અલ્ કહફ: ૧૧૦).

"અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે, બસ ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો"[૧૭૩]. (અલ્ જિન્ન: ૧૮).

واتسابPDF